________________ = = 1414 એકવીશ ભવને સ્નેહસંબંધ તમારો મારી ઉપર આવે રાગ હતો છતાં તમે મને જણા સુંય નહિ. જે મને જણાવ્યું હોત તો નજીકમાં રહેલા તમને મૂકીને હું વિદેશી સાથે પરણત નહિ, કારણ કે પડોસમાં જ ફલદાયક આમ્રવૃક્ષને છોડી દૂર રહેલા કેરડાના વૃક્ષની કોણ ઇચ્છા કરે ? આપણાં બન્નેનાં નિર્મળ કુળ હોવાથી આપણે સંપૂર્ણ સુખી થાત, બધુંય સારું થાત. પણ હવે શું ? અત્યારે તો આપણે સંબંધ લેકમાં નિંદા પાત્ર થાય ને પરલોકમાં દુર્ગતિને આપનારે થાય, માટે. હે ધીર ! એ બધી બાબતનો વિચાર કર, જે સજન હોય છે તે ગંભીર અને વિચારશીલ હોય છે. " ગુણસુંદરીની મધુરી મધમાખ સમાન વાણી સાંભળી એ વાડવ (બ્રાહ્મણ ) વિચારમાં પડયો. “અહો ! આ મારે વિષે રાગવાળી છે મેં જે પૂર્વે એને મારા મનને અભિપ્રાય જણાવ્યો હોત તો બધુંય સારું થાત, ને અત્યારે આટલો બધો પ્રયાસ મારે કરવું પડત નહિ, તેમ' છતાંય પણ હવે એને છોડી કેમ દેવાય ? શુધિત કદિ મેં આગળ પડેલો ભેજન થાળ પાછો ઠેલી શકે કે ??? વિચાર કરીને તે બ્રાહ્મણ બોલ્યો, “હે સુંદરી ! તારૂં કથન છે કે સત્ય છે છતાં તારા વિના હું હવે જીવીશ નહિ, મારું જીવન અત્યારે તારે આધીન છે. ભલે કુળને લંક લાગે, જગતમાં મારી નિંદા થવાની હો તો ભલે થાઓ, અહીંથી સિદ્ધા દુર્ગતિમાં તારા સમાગમથી જવાતું હોય તો હું તૈયાર છું પણ મારા જલતા જીગરને તા. શાંત કર, * એ વાડવની અંગાર સમી વાણી સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી ગઈ. શરીરના ભાગે શીલપાલવાનો નિશ્ચય કરી ગુણસુંદરી બોલી. “જે તું મારા સંગમાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust