________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 137 'ગુણસુંદરી. નવયૌવન વયમાં આવેલી કુમારિકા ગુણસુંદરીનું લાવણ્ય ખુબ આકર્ષક બની ગયું હતું. જાણે નૃત્યદેવી સાક્ષાત નૃત્ય કરવાને રંગભૂમિ ઉપર ઉતરી પડ્યાં હોય એવી એની અજબ ચાલ સૌ કોઈના દિલને લોભાવી રહી હતી. એનો મધુર અને તાલબદ્ધ નૂપુર રણકાર, નાજુક ગરદનને મરોડ ને ગજગામિનીની માફક એની છટા એના લાવણ્યને અદ્દભૂત રીતે ભાવતાં હતાં. એ અનુપમ ગુણસુંદરી નામ પ્રમાણે ગુણવાળી પણ હતી. નવીન અભ્યદયવાળી છતાં ઉશ્રૃંખલકે સ્વચ્છંદી નહતી, અભિમાની કે ઉદ્ધત નહોતી પણ વિનયવાન, ગંભિર તેમજ સમયની જાણકાર એ બાળા ધર્મરસિકા શીલના આભૂ'પણવાળી હતી. .સુષ પુરોહિતની આ તનયા પર એકદિવસે તેનીજ જ્ઞાતિના વેદરૂચિની નજર પડી. મોરલીના મધુરા નાદે 'જેમ મણીધર ડોલાયમાન થાય, દીપકની કાંતિને જોઈ પત ગીયુ જેમ હાલહવાલ થાય, તેમ વેદરૂચિ કામની પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયે મંત્રોથી સ્થભિત થયેલા નાગની * માફક જડવત બની ગયેલો વેદરૂચિ એની ઉપર ચાંટેલી - પોતાની દૃષ્ટિને પણ ખેંચી શકાય નહી. સખીઓ સાથે સહિા કરતી બાળા નજરથી દૂર ગઈ છતાં એની દૃષ્ટિ તો એ પ્રમાણે જ સ્થિર થઈ ગઈ, એના મિત્રોએ એને સમજાવી એના ઘેર પહોંચાડ્યો પણ હૃદય શુન્ય બનેલો વેદરૂચિ ગુણસુંદરીના રૂપને ભૂલી કયી નહિ. વારંવાર એ બાળાના સૌંદર્યનું સ્મરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust