________________ - 136 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરી ઘર્મને આચર, વિષનું ભક્ષણ સારૂં, અગ્નિમાં પ્રવેશ કરવો તેય સારો પણ ઇકિયેના વિષયોને આધીન બની પાપાચાર સેવવો તે સારું નથી, કારણ કે સ્પર્શીઇંદ્રિયને આધીન બનીને ગજરાજ બંધનને પામે છે. માછલું ભ્રમર પતંગીયું અને મૃગલું એ બધાં માત્ર એક એક ઇંદ્રિયના વિષયને આધીન બનીને મૃત્યુને આધીન બની જાય છે. તો પછી પાંચેઈદ્રિયોના વિષયને વશ પડેલા માનવીની તો વાત જ શી ! ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને સુલોચન સાવધાન થઈ ગયે, એનાં જ્ઞાનલોચન જાગ્રત થઈ ગયાં. “હે સુંદરી! તું જ મારી બેન છે, માતા કહે કે ધર્માચાર્ય કહો અત્યારે તો તુજ મારે ગુરૂ સમાન છો, બેલ હવે મારે શું કરવું ? “આજથી પરવારીને ત્યાગ કરી શીલરૂપી આભૂ ષણથી સુશોભિત થાઓ.” સુંદરીનું વચન અંગીકાર કરી સુલોચને ચોથું અણુવ્રત અંગીકાર કર્યું. પોતાના અપરાધને વારંવાર ખમાવતો તે પોતાના નગર તરફ ચાલ્યા ગયે સુધમે પણ ત્યાં રહીને ન્યાયથી ઘણું ધન ઉપાર્જન કરી તે ગામમાં પિતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવી કેટલાક સમય પછી પોતાની પ્રિયા સાથે સુધર્મ પણ તામ્રલિમી નગરીમાં આવ્યો. પોતાના કુલાચારને પાળતો ધર્મકાર્યમાં પ્રીતિવાળો થયો, એ દ્વિસુંદરી પણ શ્રાવિકાપણાના કુલાચારને પાળતી અનુક્રમે આયુ: ક્ષયે પ્રથમ દેવલોકે દેવીપણામાં ઉત્પન્ન થઈ કષ્ટમાં પણ શીલની રક્ષા કરનારને જગતમાં શું નથી મળતું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust