________________ તાને કારણે અને પૂર્વ જન્મે કર્માનુસંચિત, ભંગદર જેવા અસાધ્ય વ્યાધિના ભેગા થયા અને તેની અનહદ પીડા ભોગવતાં ભોગવતાં ક્ષયરોગ પણ ભેળો થયો, આ રીતે દર્દીને સમૂહ થતાં, વિ. સં. ૧૯૦૭ના પોષ વદી 14 ને રવીવારને રોજ સવારના 6 વાગે સમાધિપૂર્વક નવકારમંત્રના સ્મરણપૂર્વક જાપ જપતાં પહેલાના ઉપાશ્રયમાં (ડશીવાડાની પોળમાં) કાલધર્મ. (સ્વર્ગવાસ) પામ્યા. તેમની સેવામાં શેઠ ડાહ્યાભાઈ સવચંદ ઝવેરી, શાહ ત્રીકમભાઈ ડાહ્યાભાઈ શેઠ તથા શેઠ ચંદુભાઈ તારાચંદ ઝવેરી વિગેરે ભાઇઓએ અનહદ પરિશ્રમ લીધો છે. તેમની સ્મશાનયાત્રા ઘણુ જ સુંદર રીતે મહાન પુરૂષને શેભે તેવી રીતે હજારે માણસની મેદની વચ્ચે પાલખીમાં નીકળી હતી જે વખતે જનમેદની ઢીંકવા ચેકીથી તે ઠેઠ કંદોઈઓળ સુધી ભરચક હતી. તેમના આ કાળધર્મ પામવાના સમાચારથી જૈન ધર્મપ્રેમીઓમાં ભારે ગમગીની ફેલાઈ હતી અને એ રીતે એક ધુરંધર આત્માની ખોટ પડી છે. ૩ઝ શાંતિ ' પ્રકાશક * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust