________________ વખત 15 દિવસના ઉપવાસ 6 વખત અઠ્ઠાઈ 17 વખત વર્ધમાન તપની (35) પાંત્રીશ કરી હતી.. એક વર્ષિય તપ અને એક સિદ્ધિ તપ કરેલું હતું તે ઉપરાંત બે વખત ચત્તારિ અદશદાય કરેલ હતી. આમ તેઓશ્રીના જીવનમાં તપગુણ પ્રધાન હતો. તેઓશ્રીએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ શાસ્ત્રોનો ઘણે ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓશ્રીની વાખ્યાનશૈલી સુંદર અને સચોટ હતી અને લોકો પર તેમને ઉપદેશ અસરકારક નિવડત. જૈનેતરે પણ તેમને માટે માન દર્શાવતા હતા. દીક્ષા સ્વીકાર્યા બાદ તેઓશ્રી ગુરૂકુલવાસ તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીની સેવામાં રહ્યા હતા. તેમનામાં જ્ઞાનાભ્યાસ વિગેરેની યોગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૮૭ના કાર્તિક વદ 5 નાજ મહારાજશ્રીએ કપડવંજ મુકામે ગણિપદ અર્પણ કર્યું તેમજ વિ. સંવત ૧૯૮૭ના કાર્તિક વદ 8 ને રજ પંન્યાસપદ (પંડિત) અર્પણ કર્યું હતું. ગામેગામ વિહાર કરતાં, જૈન ધર્મને ઉપદેશ કરી લોકહિત સાધ્યું અને આને પરિણામે ત્રણ ભાવીક જીવોને દીક્ષા આપી. જેઓ અત્યારે વિદ્યમાન છે, (1) મુનીરાજશ્રી હીરવિજયજી, (2) મુનીરાજશ્રી ભાવિ જયજી (3) મુનીરાજશ્રી હેમવિજયજી તેઓમાંના મુનીરાજશ્રી ભાનવિજયજીના શિષ્ય મુનીરાજ શ્રીસુબોધ વિજયજીને પણ તેમણે જ દીક્ષા આપી હતી. - આજથી ચાર વર્ષ પૂર્વે એટલે સં. ૧૯૯૩માં તેમની આ તપશ્ચર્યાના કારણે ઉપજેલા અથાગશ્રમથી, શરીરની ક્ષીણ P.P. Ac. Gunratnaduri M.S. Jun Gun Aaradhak Trust