________________ 113 એકવીશ ભવને સ્નેહસંબંધ A. “અને તે તારી પ્રાર્થના શી છે પ્રિયે? અરે તુ કહે તો મારું મસ્તક ઉતારી હાજર કરું, તું કહે તો બધી કુરૂદેશની રાજ્યલક્ષ્મી તારા ચરણમાં હાજર કરૂ, બેલ? તારે હુકમ હું શી રીતે અદા કરૂં ?પરસ્ત્રીના રૂ૫ લાવણ્યરૂપી દીપકમાં જળી રહેલા પતંગીયાની જેવા પામર પુરૂષો એ સિવાય બીજુ કહે પણ શું ! રાજન ! ચાતુર્માસ પર્યત મારૂં વ્રત પૂર્ણ થવા દે! ત્યાં સુધી શીલભંગની યાચના કરશે નહિ. મારા મહેલમાં આવશે ય નહિ. રતિસુંદરીના આ ઘડાકાથી રાજાનું હૃદય ઘવાયું “અરે એ શી રીતે બને? છતાં ભલે એ તારી પ્રાર્થના હું માન્ય રાખું છું.” એમ કહી રાજા ઘવાતે હૃદયે ચાલ્યો ગયે, અત્યારે તે એના મનનો અભિલાષ મનમાં જ રહી ગયો. છએ વિગયનો ત્યાગ કરી રતિસુંદરીએ આચાર્લી તપ કરવા માંડયું. ને તેમાંય એક ધાન્યથી નિભાવીને; ચાતુર્માસ પૂર્ણ થતાં તો શરીર હાડ, માંસ અને ચામડી ભર બનાવી દીધું. એ સૌંદર્યમાંથી તેજ, ગૌરવ, છટા બધુંય ઉડી ગયું ને વદનની કાંતિય કરમાઈ ગઈ. એ વિરૂપ રતિસુંદરીને એક દિવસે અકસ્માત રાજાએ જે. એની નરી વરવી તે બિભત્સ કાંતિ જોઈ રજા ના મહેલમાં આવ્યો, "પ્રિયે ! આ શું ? અનેક દાસ દાસીને પરિવાર તારી સેવામાં હાજર હતાં, મનગમત સ્વાદિષ્ટ મિષ્ટાન્ન તારા ચરણમાં આળોટતાં છતાં તારી આ સ્થિતિ કેમ? કયા દુખે તારી આ સ્થિતિ થઈ છે વારૂ?” - “હે દેવ ! હં હાલમાં એક મહાન વ્રત કરું છું. એ કલેશકારી અને દુ:સ્સહ વતથી હું દુર્બલ થઈ છું.” રતિએ ઠંડે કલેજે જવાબ આપ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust