SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 104 - રાજાએ વિનયંધરને કારાગ્રહમાં પૂર્યો ને ચારે સ્ત્રીએને અંતપુરમાં મોકલી દીધી. રાજાએ વિનયંધરને પક્ષ કરનારા નાગરિક જનોને કહ્યું કે “હે લેકે ! જો વિનયંધર શુદ્ધ હોય તો તે દિવ્ય કરે તે છેડી દઉ. >> તિરસ્કાર કરી રાજાએ નાગરિકોને વિદાય કર્યા, ને સભાનું કામ પૂર્ણ કરી અંત:પુરમાં ચાલ્યો ગયો, ને - અંતઃપુરમાં રહેલી એ ચારે સતી સાધી સ્ત્રીઓની રાજાએ ખાન, પાન, વસ્ત્ર વગેરે માટે સારી વ્યવસ્થા કરી, ખુશામત કરી, પણ એ ચારેએ ખાન, પાન, સર્વે તજી દીધું, નવકારમંત્રનું સ્મરણ કરતી તે જીનેશ્વરનું ધ્યાન કરવા લાગી. નિશા સમયે રાજાની દાસીઓએ એમનું મન રાજા તરફ વાળવાના અનેક પ્રયત્ન કર્યો, છતાં તેની કાંઈ અસર થઈ નહિ ને દાસીઓને તિરસ્કાર કરી કાઢી મૂકી. મદનના કાજળથી લીંપાયેલા શ્યામસ્વરૂપ રાજાએ રાત્રિ તરફડતાં તરફડતાં પૂર્ણ કરી, દાસીઓએ નિરાશાના સમાચાર કહ્યા છતાં પણ નિર્લજ અને નફટ એ રાજા પ્રાત:કાળે સુંદર વસ્ત્રોથી સજજ થઈ એ ચારે રમણીયેની પાસે આ પણ એ ચારેમાંથી કોઈએ રાજાની સામે જોયું નહિ કે બેલા પણ નહિ. દીપકની તમાં જલી રહેલા પતંગીયાની માફક રાજા એમનાં સૌંદર્યમાં મુગ્ધ થયો છતો વિકારથી એમને નિહાળતો કુચેષ્ટા કરવા લાગ્યો. નિલજ વચનને બેલતો એ સતીઓને હેરાન કરવા લાગ્યું, ત્યાં તો આશ્ચર્ય! સારી આલમમાં મનોહર ગણાતી એ યુવતીએ એકદમ કદરૂપી અને બેડેલ બની ગઇ. રૂપમાં દિવાને બનેલે રાજા એકદમ ચાક. “ઓહ આ શું !" રાજાએ પોતાની આંખો ચાળીને નજર કરી તો મેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy