________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ ધિન-સ્વતંત્ર હોવા છતાં પ્રમાદપણે પંચમહાવ્રત દૂષિત કર્યા તેનું જ આ ફલ છે, અથવા તો આનાથી અધિક વિડંબના આગામી ભવમાં એ પંચવ્રતને મલીન કરવાથી હું સહન કરીશ. વળી આ ભવમાં પણ હવે હું જીનેશ્વર. ભગવાનનું દર્શન કરી શકીશ નહિ. પંજરમાં પૂરાયેલો પોપટ આ પ્રમાણે અધિકાધિક પશ્ચાત્તાપ કરવા લાગ્યો. હા ! ઐહિક શેક કરવાથી શું ? હે આત્મા ! શેકને . ત્યાગ કર, શાકથી અનેક પ્રકારે કર્મ બંધન થાય છે માટે હવે જીનદશન વિના મારે ખાવું કહ્યું નહિ ને જીનદર્શન હવે થશે નહિ જેથી મારે અનશન કરવું ઠીક છે. - એમ વિચારી એ વૈર્યવાન અને જ્ઞાની પોપટે અનશન અંગીકાર કર્યું, પંચ પરમેષ્ટિમંત્રને સ્મરણ કરવા લાગ્યો, એ નવકારના ધ્યાનમાં અનુક્રમે પાંચ દિવસ વ્યતીત કરી. અનશનના પ્રભાવે સૌધર્મકલ્પમાં મહાન દેવ થયો. સુલો- . ચના પણ એ શુકના દુ:ખથી દુ:ખિત થયેલી શુકની પછવાડે અનશન અંગીકાર કરી મૃત્યુ પામી. એ દેવની દેવીપણે ઉત્પન્ન થઈ ત્યાં બન્ને વિષયસુખને ભેગવતાં દેવભવ. સફલ કરવા લાગ્યાં. દેવભવનું આયુષ્ય પૂર્ણ થતાં એ દેવ સૌધર્મ દેવલોકમાંથી વીને તું શંખરાજ થયો અને સુલોચના જે દેવી થયેલી તે ત્યાંથી ચ્યવીને કલાવતી થઈ પરભવમાં તારી પાંખે છેદી નાખી તે વેરને બદલે આ. ભવમાં તે તેના બંને હાથ છેદી નાખ્યા. ગુરૂના મુખથી પોતાના પરભવ સંબંધી વૃત્તાંતને. જાણી વૈરાગ્યને અધિક ભાવતાં તે રાજા રાણીએ દીક્ષાની. પ્રાર્થના કરી. “હે ભગવન! આ ભવનાટકમાંથી ઉદ્ધાર કરનારી અમને દીક્ષા આપે. તમારા જેવાં જ્ઞાનવાનને એમ કરવું તે યુક્ત છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust