SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર 90. મરૂપી ધન હારી ગયેછતાં આજે તિર્યંગ ભવમાં પણ મને ત્રિજગતસ્વામી જીનેશ્વર ભગવાનું દર્શન થયું એટલું મારું પુણ્ય હજી જાગ્રત છે તો હવે હે ભગવન્! તમારાં દર્શન કર્યા વગર હું ભેજનને ગ્રહણ કરીશ નહિ. પટે એ પ્રમાણે મનમાં વિચાર કરી સ્વયમેવ નિશ્ચય કર્યો. તિર્યંચભવના પરાધીનપણાની પિોતે નિંદા કરવા લાગ્યો, સુલોચના પણ જીનેશ્વર ભગવાનને નમી સ્તુતિ કરી. પિોપટનું પાંજરું લઇને પિતાના સ્થાને ચાલી ગઈ. બીજે દિવસે રાજકુમારીએ પાંજરામાંથી કાઢીને શુકને માટે. સ્વાદિષ્ટ ફળ ખાવા માટે તૈયાર કર્યા. તે દરમિયાન નમે અરિહંતાણું બેલત પોપટ આકાશમાં ઉડી ગયે, તે જીનેશ્વરને નમવાને બાહ્ય ઉદ્યાનમાં ચા ગયો ત્યાં ભક્તિપૂર્વક જીનેશ્વરને નમીને ફલ આહાર કરતો ઉદ્યાનમાં રમવા લાગ્યો, પરાધીનપણથી મુક્ત થયેલા એ પંખીના આનંદમાં અત્યારે શી કમીના હતી ? પોપટના ઉડી જવાને રાજબાળા આકંદ કરતા ખુબ વિલાપ કરવા લાગી. રાજબાળાની શાંતિ માટે રાજાએ બુદ્ધિમાન સુભાને મેલી કુસુમાકર ઉદ્યાનમાં એ પોપટને પકડી મંગા. પકડાયેલા એ પિોપટને રાજાએ રાજબાર : ળાને આપે. રાજબાળાએ પોપટને પકડીને ફોધથી એની પાંખો છેદી નાખી. “મને છેતરીને નાશી જવાનું ફલ તું ભોગવ હવે તારાથી કયાંય જવાશે નહિ સમજ્યો??? એમ કહીને કારાગારની માફક પોપટને પાંજરામાં પૂરી દીધો પોપટ પણ મનમાં પશ્ચાત્તાપ કરતે વિચાર કરવા લાગ્યો હાય ! ધિગ! આવી પરાધીનતાને ધિક્કાર થાઓ.” પિંજરામાં પડેલે પોપટ દુ:ખી થયે છતાં વિચાર અને પશ્ચાત્તાપ કરવા લાગ્યું, “અરે ! ભવાંતરમાં સ્થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy