________________ પ્રિયંકરનૃપ ચરિત્ર - 71 કરવા આવેલ છે કે સ્વજનેને મળવા માટે આવેલ છે? તે કહે અને મારે લાયક કંઈ પણ કાર્ય ફરમાવે એટલે તેમાંથી એક વૃદ્ધા બેલી કે-“હે રાજેદ્ર! અમે પાટલીપુત્રનગરથી અહીં આવેલ છીએ. આ પ્રિયંકર મારે પુત્ર છે, તે રિસાઈને મારે ત્યાંથી ચાલ્ય ગયે હતે, અમે બે વર્ષ પર્યત સર્વત્ર એની શોધ કરી, પણ ક્યાંઈ તેને પત્તો ન મળે. હમણે આ અશોકપુરથી આવેલ કોઈ પુરૂષે અમને કહ્યું કે- પ્રિયંકર નામને વ્યવહારી પુત્ર અમુક અવસ્થાવાળે, આવા રૂપવાળે અને પોપકારમાં તત્પર અશોકપુરમાં વસે છે. આ પ્રમાણે તેને બરાબર પૉ મળવાથી અમે અહીં આવેલ છીએ. અહીં આવીને અમે કે પુરૂષને પૂછયું કે પ્રિયંકર કયાં રહે છે એટલે તેણે કહ્યું કે–પ્રિયંકર રાજમાન્ય છતાં આજેજ ચોરીના કલંકથી રાજાએ તેને નિગ્રહ કર્યો છે. એમ સાંભળીને અમે અહીં રાજસભામાં આવેલ છીએ. વળી હે રાજન! તમારા દર્શન નથી અમારે આજ દિવસ સફળ થયે છે.” આ પ્રમાણે કહીને તે વૃદ્ધ સ્ત્રી પ્રિયંકરને ત્યાં બેઠેલો જોઈને કહેવા લાગી કે હે પુત્ર! તું રીસાઈને ઘરમાંથી કેમ ચાલ્યો ગયો ?' તે વખતે “આ મારો ભાઈ છે એમ કહીને બીજી સ્ત્રીએ તેની સાથે વાતચીત કરી. એટલે ત્રીજી સુંદરી બોલી કે–આ તો મારો દીયર છે. ત્યારે ચોથી સુંદરી બોલી કે “અહો! આ તે મારો સ્વામી છે.” એમ કહીને લજજાથી નમ્રમુખી થઈ દૂર ઉભી રહી. આ વૃત્તાંત જોઇને સર્વે સભ્ય લોકે મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા; અને વિચારવા લાગ્યા કે - ખરેખર, અહીં હવે આ પ્રિયંકરનું કંઇક કપટ પ્રગટ થશે. કહ્યું છે કે-વિદ્યાદંભ ક્ષણવાર ટકે છે, જ્ઞાનદંભ ત્રણ દિવસ ટકે છે, રસદંભ છ માસ ટકે છે, પણ મનદંભ તે સ્તરજ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust