________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તવ્યમૂઢ બની ગયા છીએ. વળી અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે તે તે વિશેષે પીડિત થાય છે, તે દિવસે તે કંઇ ભોજન લેતી નથી, કશું બોલતી નથી અને પૂછતાં કંઈ ઉત્તર પણ આપતી નથી. આથી તેનું કઈ પાણિગ્રહણ પણ કરતું નથી, માટે હે. પ્રિયંકર ! મારા પર કૃપા કરીને તું એ પાપકાર કર, કે જેથી એને કોઈ પણ ઉપાયવડે ફાયદો થાય. આ બાબતમાં જે ધનાદિ જોઈએ તે કહે, તો તે હું તને પ્રથમથી જ આપું. કારણ કે સંગ્રહ કરેલા બહુ ધનથી પણ શું કે જે પિતાનાં સંતાન માટે પણ ઉપગમાં નથી આવતું. કહ્યું છે કે- દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખહેતુક ધનથી પણ શું? " પછી પ્રિયંકરે કહ્યું કેમંત્રિન ! તમે અગરૂ, કપૂર, કસ્તુરી પ્રમુખ ધૂપની સામગ્રી લાવે કે જેથી હું કંઈક તેને પ્રતીકાર કરૂં. જે એનું પુણ્ય પ્રબળ હશે, તો મારે કરેલ ઉદ્યમ સફળ થશે. કહ્યું છે કે " ઉમર ખાગિનાં ગાય, તડવિ સસ્તા | થવા મારીનપુણાનિ સવાનિ અવંતિ દિ’ || 2 | - " પ્રાણીઓનો કરેલ ઉદ્યમ પણ ત્યારેજ સફળ થાય છે, કે જ્યારે તેમનાં પૂર્વ પુણ્ય પ્રબળ હોય છે.” પછી મંત્રીએ તેણે કહેલ બધી સામગ્રી તૈયાર કરી આપી. ત્યારપછી પ્રિયંકર અષ્ટમી ચતુર્દશીના દિવસે તેના ઘરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા સ્થાપી, તેનું પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની આગળ શ્રેષ્ઠ ગંધયુક્ત ધૂપ કરીને પાંચ વાર ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા. તે ઉપચારથી પ્રધાનપુત્રીને શનૈઃ શને ફાયદો થતો ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust