________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કંઈક કંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે, પરંતુ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તે ક્યાંકજ જોવામાં આવે છે. હે મહાનુભાવ! તારે અનેમિત્તિક સ્નેહ છે, તેથી તે સર્વોપરી છે, માટે તારા લાયક કંઈક કાર્ય કહેવું છે.” પ્રિયંકર બોલ્યો કે- હે મંત્રિન ! તમે સુખેથી કામ ફરમાવે, હું આપને દાસ છું. " એટલે મંત્રીએ કહ્યું કે- મારી પુત્રી એકદા પિતાની સખીઓ સહિત કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કેઈક દુષ્ટ શાકિની, ડાકિની, ભૂત યા પ્રેતાદિકની છાયાથી ઘેલી થઈ ગઈ છે. તેને લગભગ એક વર્ષ કરતાં કંઈક વધારે થયું છે. તે સંબંધમાં મેં ઘણા ઉપચારો કર્યા, પરંતુ દુર્જનને કહેલ સદ્વાક્યની જેમ તે બધા ઉપચારો વૃથા ગયા છે. વળી બહુ દેવ દેવીઓની માનતા કરી પણ તે નિષ્ફળ થઈ છે, અને ઘણા વૈદ્યોને દેખાડી, તો તેઓ તેને રોગ થયેલ છે એમ જણાવે છે, કેટલાક યોગીઓ ભૂતાદિકનો દોષ જણાવે છે, અને દેવજ્ઞ જનો (તિષીઓ) ગ્રહની પીડા બતાવે છે. કહ્યું છે કે "वैद्या वदंति कफपित्तमरुत्प्रकोपं, ज्योतिर्विदो ग्रहकृतं प्रवदंति दोषम् / भूतोपसर्गभथ मंत्रविदो वदंति, कर्मैव शुद्धमुनयोऽत्र बदंति नूनम् " // 1 // - “વેદ્યો કફ, પિત્ત કે વાયુનો પ્રકોપ જણાવે છે, જ્યોતિષને જાણનારા ગ્રહનો દોષ કહે છે, માંત્રિકે ભૂતનો ઉપસર્ગ બતાવે છે અને શુદ્ધ મુનિઓ આ સંબંધમાં કમનેજ મુખ્ય કહે છે.” આ પ્રમાણે વિકટ સંકટમાં આવી પડેલા અમે કિંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust