________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 51 , થયેલા તે સર્વેમાંથી કઈ પણ ઘરમાં શયન કરતું નહોતું. તેથી ધનદત્ત શેઠ વિચારવા લાગે કે ખરેખર આ આવાસ કે દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત થયેલે જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ અનેક મંત્રવાદીઓને પૂછયું. તે મંત્રવાદીઓ જેમ જેમ મંત્રોપચાર કરવા લાગ્યા, તેમ તેમ તે વ્યંતર અધિક કુપિતા થઈને આવાસમાં ભયંકર શબ્દ કરવા લાગ્યો. આથી ધનદત્ત શેઠ વિશેષ ખેદ પામીને વિચારવા લાગે કે- અરે મેં આ આવાસ કરાવવામાં જે લક્ષ દ્રવ્યને વ્યય કર્યો તે બધે વ્યર્થ ગ.” આ પ્રમાણે અત્યંત ચિંતાતુર થઈને પિતાના ઘરના આંગણામાં બેઠેલે ધનદત્ત એકદા પ્રિયંકરના જોવામાં આવ્યું, એટલે તેણે તેમને ચિંતાનું કારણ પૂછયું-“હે શ્રેષ્ટિન્ ! હ મણું તમે નિર્ધનની જેમ ખિન્ન કેમ દેખાઓ છો ? છીએ કહ્યું કે“હે સંપુરૂષ! કહ્યું છે કે- ચિંતા શરીરને બાળે છે, ચિંતાથી રેગોત્પત્તિ થાય છે, શરીરમાં દુર્બળતા આવે છે, નિદ્રાને નાશ કરે છે અને ક્ષુધાને મંદ કરે છે.” પ્રિયંકરે કહ્યું કે –“ચિંતા કરવાથી શું? કારણ કે–જે વિધિએ લેખ લખ્યા હોય છે, તે સર્વ જીવોને ભોગવવાના છે. આ પ્રમાણે સમજીને ધીર પુરૂષ વિષમાવસ્થામાં પણ કાયર થતા નથી.” તથાપિ હે સુભગ! તમારી ચિંતાનું કારણ મારી આગળ પ્રગટ કરે.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ પિતાના ઘરનું સ્વરૂપ તેની આગળ નિવેદન કર્યું અને કહ્યું કે-“હે સજજન! જે કઈ પણ ઉપાય તમારા જાણવામાં હોય તો કહો, તમે સર્વ પ્રકારમાં પ્રવીણ અને અમારા સાધમ બંધુ છે. કહ્યું છે કે-ગુણે જાણનારા ઘણા હોય છે, પણ પરોપકાર કરનારા વિરલા હોય છે અને પરદુઃખથી દુઃખિત થનારા તેથી પણ વિરલા હોય છે. પ્રિયંકરે કહ્યું કે-“હે શ્રેષ્ઠિનું! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust