________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. " જે પુરૂષ પાસે ધન હોય તે કુલીન ગણાય છે, તે પંડિત, શાસ્ત્ર અને ગુણજ્ઞ લેખાય છે, તેજ વક્તા અને તેજ સ્વરૂપવાન, ગણાય છે. કારણ કે સર્વે ગુણો ધનને આશ્રય કરીને રહેલા છે.” એવી સ્થિતિમાં તે દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ; તેથી દરિદ્રાવસ્થામાં પણ તેમને આનંદ છે. કહ્યું છે કે संसारभावखिन्नानां, तिस्रो विश्रामभूमयः। માં 2 વારં વસતા સંmતિરે 2 || 2 | " ' “સંસારના તાપથી ખિન્ન થયેલા જીવોને પુત્રપ્રાપ્તિ, સ્ત્રી સમાન ગમ અને સત્સંગ-એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે.” પરંતુ તે બાળક એક વરસને થયે, ત્યારે તાલ જાતિના રોગથી મરણ પામે. આથી તેની પ્રિય શ્રી માતાને અતિશય દુઃખ થયું. કહ્યું છે કે नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः। सहोदरस्तृतीयः स्या-दाधारत्रितयं भुवि // 1 // .. સ્ત્રીઓને પ્રથમ આધાર પિતાને પતિ, બીજો આધાર સ્વપુત્ર અને ત્રીજે આધાર સહોદર ભાઈ–જગતમાં તેમને આ ત્રણ જ આધાર કહેલા છે. કારણ કે સ્ત્રીના આધારરૂપ અને મને નિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના માતા અતિશય દુઃખાકુળ થાય છે.” આ પ્રમાણે પુત્રમરણના દુઃખથી વ્યાકુળ થયેલ શેઠ પણ પતાની પૂર્વ સમૃદ્ધિ સંભારીને તથા વર્તમાન નિધનવસ્થા જેઈને અત્યંત ચિંતાતુર થઈ ગયે. કહ્યું છે કે “તારા વિનાનું આકાશ અને જળ વિનાનું શુષ્ક સરવર જેમ સ્મશાનની માફક ભૂ ચંકર લાગે છે, તેમ દ્રવ્યહીન પુરૂષનું ઘર સહુને અપ્રિય લાગે છે વળી " ધનહીન પુરૂષનાં શીલ, શાચ, ક્ષમા, દાક્ષિણ્ય, મધુરતા PP_A.GunratpaSMS Sun Aaradhak Iruste