________________ 5o સમજવાનું કે, કોઈ પણ પ્રાણને કોઈએ વિયોગ કરાવવો નહીં. પોતાના હૃદયમાં પાપ અને પુણ્યનું ફળ જાણું પાપને દૂરથી ત્યજી દેવું, અને પુણ્યનું આચરણ કરવું. પુણ્યનું આચરણ તેજ ધર્મ કહેવાય છે. કર મુનિનાં આવાં વચન સાંભળી મદન હર્ષ પાન , તેનું હૃદય નિઃશંક થઈ ગયું, તત્કાળ મુનિ ને વંદના કરી, મદન પોતાની માતા કનકમાળાના મંદિરમાં આવ્યું. માતાની આગળ પ્રણામ કર્યા વિના બેઠા. મદનને પ્રણામ કર્યા વગર બેઠેલે છે કનકમાળાએ હૃદયમાં ચિંતવ્યું– જરૂર આ કુમાર મારા રૂપપાશમાં બંધાયે લાગે છે, હવે તે મારા વચન પ્રમાણે વર્તશે. આવું ચિંતવી તે બોલીમહાભાગ ! તમારી વૃત્તિ જોઈ મને હર્ષ થાય છે. જો તમે મારા વચન પ્રમાણે વર્તશે તે હું તમને બે વિઘાના મંત્ર આપીશ. મદન હાસ્ય કરી બે - દેવી ! આજ સુધી મેં તમારું વચન કયારે નથી કર્યું ? જે તમે આદર પૂર્વક કહેશે, તે કરવાને હું તૈયાર છું, વિશેષ શું કહેવું ? હું તને મારે એક દાસ છું. મારી ઉપર કૃપા કરી, તમારી P.P. Ac. Gunratnasuri M.S. Com Aaradhak Trust