________________ 51 - વિદ્યા મને બતાવે, અને જે આજ્ઞા કરો, તે કરવાને હું તૈયાર છું. મદનનાં આવાં વચન સાંભળી કનકમાળા ઘણી ખુશી થઈ. તત્કાળ તે હસતી હસતી બેલી– ભદ્ર ! મારી વિધાના મંત્ર ગણ ગ્રહણ કરે. આ પ્રમાણે કહી તેણીએ હર્ષથી મદનને તે વિદ્યાના મંત્ર આપ્યા, અને તેની વિધિ બતાવી. વિદ્યાના મંત્ર બરાબર જાણું લઈ પરમ સંતોષને પ્રાપ્ત થયેલ મદન બેલ્યો- હે પુણ્યવતી ! મને જ્યારે શત્રુઓ હરણ કર્યો, અને પર્વતની શિલા નીચે દબાવ્યો, તે વખતે મારાં માતા કે પિતા કે શરણરૂપ થયું નહોતું, તમે એકજ મારાં શરણરૂપ થયાં હતાં, તેથી ખરેખરાં મારા માતા પિતા તમેજ છે. હું તમારો પુત્ર છું, તેથી જે કાર્ય પુત્રને કરવા યોગ્ય હોય, તે મને નિવેદન કરે. મારાથી અકાર્ય નહીં થાય. વજપાતના જેવું આવું વચન સાંભળી કનકમાળા રોષ કરી બેઠી થઈ. મદનને હાથ ઝાલવાને આવી, ત્યાં મદન ઉઠીને પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. કનકમાળા પોતાને છેતરી લીધી એમ જાણી ચિંતા કરવા લાગી— હવે મારે શું કરવું? મને અભાગણિને એ પાપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust