________________ વર્ષ ઉત્તમ પુસ્તકે આ વર્ગ મારફત છપાવે છે, અને ને આવા શુભ કાર્યમાં દ્રવ્યનો વ્યય કરનારાને જેટલે ધન્યવાદ આપીએ તેટલે શેડો છે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના શેઠ લાડણ ખીમજી જેઓ હાલ સ્વર્ગવાસી થયા છે, તેઓ બહુ શુભ સંસ્કારવાળા અને જૈનધર્માનુરકત હતા, તેમણે પોતાના વીલની રૂઇએ શેઠ ટોકરશી કાનજી અને શેઠ કાનજી લધાને તેમની મીલ્કતના ટ્રસ્ટીઓ નીમ્યા છે. તે બંને ટ્રસ્ટી સાહેબો પિતાનું કર્તવ્ય સારી રીતે સમજનારા છે. સ્વર્ગસ્થ શેઠ લાડણ - મજીના સ્મરણાર્થે જે યોગ્ય અને વિવેક પૂર્વક ખર્ચ કરવું જોઈએ ને તેઓ જેવી જોઈએ તેવી રીતે કરી જાણે છે. તે ટ્રસ્ટી સાહેબોએ મરહુમ શેડ લાડણ ખીમજીના સ્મરણાર્થે પુસ્તકો છપાવવા માટે રૂ. 50) પાંચસો આ વર્ગને સુપ્રત કર્યા છે. તે રન કમમાંથી આ ગ્રંથ છપાવવાનું ખર્ચ આપવામાં આવ્યું છે. અન્ય શ્રીમંતના ટ્રસ્ટીઓએ ઉકત શેડ કાનજી લધા અને શેઠ ટોકરશી કાનજીનો દાખલો લેવાની જરૂર છે. મરનાર ગૃહસ્થ સેપેલી મીલકતને ઉત્તમ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust