________________ પિતાની કૃતિથી જગતમાં પસરાવી ગયા છે. સંસ્કૃત ભાષા જાણનારા, અને સમજનારાને તે આવા ગ્રંથના ઉત્તમ રસનો સ્વાદ મળી શકે છે. પરંતુ જેઓ સંસ્કૃત જાણતા નથી, તેવા સામાન્ય કેળવણી પામેલા જનોને પણ સંસ્કૃત જેવી દેવ ભાષામાં લખેલા ગ્રંથની પ્રસાદીનો સ્વાદ મળી શકે, તે હેતુથી શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ ઉત્તમ બેધક ગ્રંથનાં સંસ્કૃતમાંથી ભાષાંતર કરાવવા માંડ્યાં છે. પ્રસ્તુત ગ્રંથનો પ્રથમ અને દ્વિતીય ભાગ આવી પ્રતિના ભાષાંતરના નમુના છે. તે ભાષાંતરના ગ્રંથને આનંદથી વધાવી લઈને તેના પ્રસિદ્ધ કર્તાને તેમના આ રંભેલા કાર્યમાં ઉત્તેજીત કરવા તે સુશિક્ષિત જેનું કર્તવ્ય છે. જૈન ધર્મના પૂર્વાચાર્યોના રચેલા એટલા બધા ઉત્તમ ગ્રંથે હજી અપ્રસિદ્ધ હાલતમાં ભંડારેમાં ભર્યા છે કે, તેમને એક પછી એક પ્રસિદ્ધ કરાવવા એ શ્રીમતિની મુખ્ય ફરજ છે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના મુકુટ મણિશે રા. સા. શેઠ વસનજી ત્રિકમજીજે.પી. તથા શેઠ ખેતશી ખીઅશી તથા શેઠ * પાસવીર અરજણ પિતાની પેઢીઓ તરફથી પ્રતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust