________________ 42 એ મુનિને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી, તેમની આગળ વિનય પૂર્વક બેઠો. મદને એકાંત જાણું દીનવીને પિતાની માતાને થયેલા વિકારની વાર્તા નિવેદન કરી. મદનની વાત સાંભળી શાની મુનિ બેલ્યા– વત્સ ! સાંભળ, સંસારની ચેષ્ટા તેવી છે. કારણ વિના કાર્ય કદિ પણ થતું નથી. સ્નેહ અને વૈર પૂર્વના કારણથી થાય છે, તે વિષે તારે પૂર્વ વૃત્તાંત નીચે પ્રમાણે છે– - વત્સ ! પૂર્વ ભવે તું મધુ રાજા હતા, તે હેમરથ રાજાની ચંદ્રપ્રભા નામની સ્ત્રીને મોહથી હરી પટરાણી કરી હતી, તે ભવે તારે અનુજ બધુ જે કૈટભ હતા, તેની તપસ્યા ગ્રહણ કરવાથી તું તેની સાથે દેવલોકમાં ગયા હતા. કેટલાક સાગરોપમ સુધી સુખ ભેગવી, આયુષ્યને અંતે ચવીને ચંદ્રપ્રભા વિજયાર્ધ ગિરિ ઉપર કાલસંવર રાજાની " કનકમાળા” નામે સ્ત્રી થઈ, અને તે અનુજ બંધુ કૈટભની સાથે દેવકનું સુખ ભેગવી, દ્વારકામાં યદુવંશી કૃષ્ણવાસુદેવને રૂકિમણના ઉદરથી પુત્ર થયો છું. તારા પર્વના વૈરી હેમરથે તને હરણ કરી, તક્ષક ગિરિ ઉપર શિલાની નીચે દાખ્યું હતું. રાજા કા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust