________________ પ ક મદન પાસે મળવા આવ્યા. મદને તે સર્વને પ્રણામ " કે. બીજા રાજાઓએ આવી મદનને પ્રણામ કર્યા, અને અતિ હર્ષથી આલિંગન કરી કુશળ પ્રશ્ન છે. મદનને જોઈ સર્વ સંબંધીઓ પરમ હર્ષને પ્રાપ્ત થયા. એવા સ્વજનનાં દર્શનથી કેને સંતોષ ન થાય ? - આ વખતે ભાનુકુમાર સૈન્યમાંથી નીકળી પિતાની માતા સત્યભામા પાસે આવ્યો. સત્યભામાને આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તેમાં વાટિકા, વન, વાપિકા, રથ, પુષ્યને સમૂહ અને કન્યાના હરણની - સર્વ વાત જણાવી. તે સાંભળી સત્યભામાને ઘણેજ ખેદ થયા. તેણીના મનમાં જે દુઃખ થયું, તે કેવલી વિના કઈ કહી શકે તેવું ન હતું. પછી કૃષ્ણ મદનને પ્રેમથી કહ્યું–વત્સ ! તારી માતાને સત્વર, લઈ આવ. મદન તેને લેવાને ગયે, ત્યારે નારદે હાસ્ય કરી કહ્યું, પૃથ્વીમાં પોતાની સ્ત્રી સર્વને વલ્લભા હોય છે. કૃષ્ણ એમ કહ્યું કે–વત્સ ! તારી માતાને લઈ આવ. પણ એમ કેમ ન કહ્યું કે, તારી માતાને અને તારી સ્ત્રીને લઈ આવ ? નારદનાં આવાં વચન સાંભળી કૃષ્ણ બોલ્યા–નારદજી ! It . - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust