________________ 188 મનહર ચેષ્ટા કર. સર્વ સૈન્ય અને બધુઓને બેડા કરી તારા પિતાને હર્ષ પમાડ. નારદનાં આવાં વચન સાંભળી મદને માયા ખેંચી લીધી. તત્કાળ હાથી, ઘોડા અને પેદલનું સૈન્ય બેઠું થયું. જાણે સુઈને ઉઠયું હોય, તેમ દેખાવા લાગ્યું. પૃથ્વી ઉપર પડેલા યાદ બેઠા થયા, અને " શત્રુને મારે, પકડે” એમ મુખે કહેવા લાગ્યા. સર્વને યુદ્ધ કરવાની ઇચ્છાવાળા જઈ કૃષ્ણ હસતા હસતા બેલ્યા-બસ થયું, તમારું શર્ય રણભૂમિમાં જાણવામાં આવ્યું છે. મારા એકલા પુત્ર મદને તમને બેશુદ્ધ કરી પાડી નાખ્યા હતા. કૃષ્ણનાં આવાં વચન સાંભળી પાડો વિસ્મય પામી ગયા. કૃષ્ણ ફરીથી કહ્યું—પાંડે ! આ વિધાધરને અધિપતિ, સર્વ વિદ્યાનો નિધાનરૂપ અને માયાથી સવે વિશ્વને જીતનારે કામદેવ છે. તે મારે પુત્ર છે. મને મળવાને આવ્યો છે. કૃષ્ણનાં આવાં વચન સાંભળી, અર્જુન ભીમ વિગેરે પાંડ કે જે ગજું, અશ્વ અને રથ વિગેરે વાહનો ઉપર ચડેલા, તે સત્વર નીચે ઉતર્યા. સ્નેહથી પૂર્ણ થઈ મદનને તે પછી સમુદ્રવિજય તથા બલભદ્ર પ્રમુખ યાદવ P.P. Ac. Gunratnasuri M.S. Jun sun Aaradhak Trust