________________ 153 T વિરૂપ જોઇ હસતા હતા. તેઓ પોતે રૂપવતી છે, એમ જાણતી હતી. નૃત્ય કરતી અને ગીત ગાતી તે સ્ત્રીઓ હર્ષ પામતી નાપિતની સાથે સત્યભામાને ઘેર આવી. ત્યાં આવી રૂકિમણીના ગુણની પ્રશંસા કરવા લાગી. તે સાંભળી સત્યભામા બોલ્યાં–અરે દાસીઓ ! તમને આટલે બધે હર્ષ કેમ થાય છે? રુકિમણીના ગુણની સ્તુતિ કરવાનું શું કારણ છે? ત્યાં પેલે નાપિત બેલ્યો–દેવી ! એ ગુણવતી રુકિમણીની જે પ્રશંસા કરીએ છીએ તે સત્ય છે. છે એ કૃષ્ણવલ્લભા હમેશાં પ્રિય ભાષિણી છે. તેમણે વિનય અને હર્ષથી અમને કેશ આપ્યા હતા. સત્યભામાએ કહ્યું–અરે યુવતિઓ ! તમારી આવી સ્થીતિ કોણે કરી ? કયા દુષ્ટ તમારી નાસિકા, કાન, કેશ અને આંગળીઓ છેદી નાખી ? તે પાપીનું નામ લે. સત્યભામાનું વચન સાંભળી, તેઓએ સ્પર્શ કરી કેશ, નાસિકા, કાન અને આંગળીઓ જોઈ, ત્યાં તેમના જાણવામાં આવ્યું. તત્કાળ તે અંગને ઢાંક્વા લાગી અને લજજા પામી ગઈ. અત્યારે તેમને વેદના થવા લાગી અને રૂધિરને - સાવ ચાલ્યો. દુઃખથી પીડિત થઈ તેઓ વિલાપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust