________________ 139 પોતાની માતાને મંદિરમાં પેઠે. રુકિમણીનું મંદિર તે વખતે મહોત્સવથી પરિપૂર્ણ હતું. ચારે તરફ મણિથી વિરાજમાન હતું, ભેરી, દુંદુભિ, શંખ, મૃદંગ, હેલ, વીણા, વાંસલી, તાલ, ઝાલર અને નેબતના નાદથી તે ગાજી રહ્યું હતું, શ્રીખંડ, કાલાગરૂ | વિગેરેના ધૂપથી ધૂપિત હતું. આવા સુંદર મંદિરમાં તે ક્ષુલ્લકયતિ દાખલ થયો. ત્યાં ઉત્તમ આસન ઉપર બેઠેલાં રૂકમણીદેવી તેને જોવામાં આવ્યાં. તેની આગળ ઘણે વ્યાપાર કરતી વનિતાઓ ઉભી હતી. પોતે જીતેંદ્રના ગૃહત્યની આગળ રહેલાં હતાં. તેમણે નીલકમળના ખંડ જેવી કાંતિવાળાં વસ્ત્ર પહેર્યા હતાં. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું મુખ બિંબ શોભતું હતું, પાકેલા બિંબ ફળ જેવા તેના અધર હતા, ડોલરના પુષ્પ જેવા દાંત હતા, હાથ પગ કમળ જેવા હતા, સુવર્ણ તથા રત્નનાં આભૂષણો તેમણે પહેર્યા હતાં, સર્વ લક્ષણેએ યુક્ત હોવાથી તે મનહર લાગતાં હતાં, તેમના સર્વ અવયવ સુંદર હતા. આવાં રૂકિમણીને જોઈ મદન હૃદયમાં ચિંત વવા લાગે–અહા ! કેવું સંદર્ય ? આ બ્રહ્માની | મીતિ તે નહીં હોય ? આ સૂર્યની કામિની હશે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust