________________ 138 જેવામાં આવ્યું. તે હાથી, ઘોડા, અને મનુષ્યના વૃદથી પરિપૂર્ણ હતું. તેની અંદર મહોત્સવ થઇ રહ્યા હતા. તે જોઈ મદને વિદ્યાને પુછયું, વિઘા! આ કોનું મંદિર છે ? વિઘા બોલી–સ્વામી ! તમારાં માતુશ્રી રૂકમણીનું આ મંદિર છે. તેની અંદર ઉત્સવ થઈ રહ્યા છે. વિધાનાં તે વચન સાંભળી મદન ખુશી . તત્કાળ તેણે એક ક્ષુલ્લકયતિને વેષ લીધો. તેનું અંગ ક્ષીણ થઇ ગયું હતું, તેથી તે વિરૂપ દેખાતું હતું. મુખમાંથી દુર્ગંધ નીકળતી હતી, દાંત કાળા થઈ ગયા હતા, પરાકમ બીલકુલ ન હતું, તેના દાંત ઉંચા હતા, નેત્ર વિરૂપે હતાં, ગાત્ર સુકાઈ ગયાં હતાં, નઠારાં લક્ષણો દેખાતાં હતાં, ચરણ લાંબા હતા, હાથ ઢંકા હતા, શરીર ઠીંગણું હતું, વર્ણ શ્યામ હતો, નાસિકા ચપટી હતી, જંઘા સુકી હતી, માંસ હતું નહિ, ઉરૂ તથા કટી ભાગેલાં હતાં, પૃષ્ટ ભાગ કાઢીઓ હતે, પેટ વિશાળ હતું, હાથમાં દંડ રાખ્યો હતો, એક વસ્ત્રના ખંડથી અંગ ઢાંક્યું હતું, હાથમાં ભિક્ષાપાત્ર રાખ્યું હતું, હાથ પગનાં આંગળાં ચીરાઈ ગયાં હતાં, આ પ્રમાણે સુલક્ષતિ થઈ તે * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust