________________ પિતાની વલ્લભાને પુત્ર થવાથી કૃષ્ણ આધીને થઈ ગયા. પિતાના બાંધવને બહુ પ્રકારે પૂજા સન્માન કરતા હરિ મનમાં પરમ સંતોષ પામી સુખે રહેવા લાગ્યા. આ પ્રમાણે યાદવપતિના દરબારમાં પાંચ દિવસ સુધી મહત્સવ થઈ રહ્યા. જ્યારે છ દિવસ આવ્યો, એટલે રાત્રે કૃષ્ણના પુત્રનું, સ્વજન વર્ગને દુઃખદાયક એવું ભવિષ્યમાં હરણ થવાનું જાણું, તે દુઃખ સહન કરવાને જાણે અસમર્થ હોય, તેમ સૂર્ય અસ્ત પામી ગયો. સત્પરૂષની ચેષ્ટા એવી જ હોય છે. સૂર્ય અસ્ત પામ્યા પછી કમલવૃંદ સંકોચ પામવા લાગ્યું. તે ઉપર મલિનતા છવાઈ ગઈ નલિનીરૂપ વધુ ચક્રવાક પક્ષીના શબ્દથી રૂદન કરવા લાગી. તે મુકુલરૂપ લેચનમાંથી ભમરારૂપી અશ્રુનાં બિંદુ ખરવા લાગ્યાં. સંધ્યા કાળે વિરહથી કાતર બનેલી વિયેગિની ચક્રવાકી સૂર્ય ઉપર કોપ કરવા લાગી. સૂર્ય સમુદ્રમાં પડતાં, આકાશ ઉપર શોભા થઈ આવી, અને તેના વિયોગથી સંધ્યા કાષ્ટ ભક્ષણ કરવા તૈયાર થઈ. પિતાનો પતિરૂપ સૂર્ય અને સ્ત પામતાં અપર દિશારૂપ વધુ વિચિત્ર અંબર ધારણ કરી, અંધકારને સેવવા લાગી. પૃથ્વિ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust