________________ વિનયથી મસ્તક નમાવી, તેઓ ઉઠવાની રાહ જોઈ બેઠા. " જેવા સ્વામી તેવા સેવક હોય છે. " તેવામાં સત્યભામાએ વધામણી આપી મેકલેલા પુરૂષો આવ્યા. કૃષ્ણને સુતેલા જોઈ, તે સેવકો પોતાની પ્રઢતાનો ગર્વ કરતા, કૃષ્ણના મસ્તક આગળ બેઠા. થોડી વારે કૃષ્ણ નિદ્રા છોડી શય્યામાંથી ઉઠયા. ત્યાં ચરણની પાસે બેઠેલા સેવકએ હર્ષથી વધામણી આપી. રાજાધિરાજ ! રુકિમણુને પુત્રનો જન્મ થ , તે ચિરકાળ છો, ચિરકાળ રાજ્ય સુખ બેગ. સેવકોએ આ પ્રમાણે પુત્ર જન્મની વધામણું આપી તેથી, રાજાધિરાજ પરમ સંતોષ અને હર્ષ પામ્યા. તત્કાળ રાજ્ય ચિન્હ શિવાય સર્વ વસ્તુ સેવકોને ઇનામમાં આપી. પછી કૃષ્ણ સમીપ રહેલા પિતાના સેવકોને આજ્ઞા કરી કે, મંત્રીઓને મારી સમીપ બેલાવી લાવે, રાજાની આજ્ઞાથી સેવકોએ મંત્રીઓને બેલાવ્યા. મંત્રીઓ આવી રાજાને નમી આગળ ઉભા રહ્યા. કૃષ્ણ આદરથી મંત્રીઓને જણાવ્યું કે, આ પુત્ર જન્મમાં ઈચ્છા પ્રમાણે દાન આપો. શત્રુઓના સમૂહને કારાગ્રહમાંથી છેડી મુકે, જિનેંદ્રના ભવનમાં ભાવથી પૂજા ભણાવો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust