________________ ફળ સત્યભામાને કહ્યું. સ્વર્ગવાસી દેવને જીવ પણ તેના ઉદરમાં આવ્યો. આ બને સ્ત્રીઓને હર્ષનું કારણરૂપ બને ગર્ભ વૃદ્ધિ પામતાં જે બન્યું તે કહીએ છીએ. તે બન્ને રમણીનાં નેત્રમાં નિર્મળતા પ્રગટ થ ઈ. શરીર પાંડુ વર્ણ થઈ ગયું. સ્તનની ડીંટડીઓ અત્યંત કાળી થવા લાગી. ચાલવામાં આળસ થવા લાગ્યું. ઉદરની કૃશતા મટી ગઈ, અને વળીયાને ભંગ થઈ ગયો. તેમ શરીરનું રૂપ ઉત્તમપણે ખીલી નીકળ્યું. તે બન્નેનાં શરીર વિવિધ વિકારને પ્રાપ્ત થયાં. કૃષ્ણની તે વલ્લભાના દોહદ સંપૂર્ણ કરવામાં આવ્યા. સમય પૂર્ણ થયે, એટલે રૂકિમણએ શુભ તિથિ, નક્ષત્ર, યોગ અને કરણમાં પુત્રને જન્મ આપ્યું. પુત્રના જન્મથી રુકિમણી હર્ષને પ્રાપ્ત થઈ. વિવિધ લક્ષણવાળા અને સૂર્યના જેવા પુત્રને જોઈ રુકિમણી બાંધવો સાથે પરમ સંતોષને પ્રાપ્ત થઈ. કૃષ્ણને વધામણી આપવા માંગલ્યથી સુશોભિત એવા સેવકોને કૃષ્ણની પાસે મોકલ્યા. તે પુરૂષ કૃષ્ણની પાસે આવી જુએ, ત્યાં કૃષ્ણ સુતા હતા કૃષ્ણને નિદ્રાથી આકુલ જોઇ, તેમના ચરણની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust