________________ પાય બળદેવ અને કૃષ્ણની સમક્ષ કરૂં. આવો ઉપાય હૃદયમાં દ્રઢ રીતે ચિંતવી સત્યભામાએ રૂકિમણીના મંદિર તરફ એક દુતીને સત્વર મોકલી. દુતી ભય સહિત મંદ મંદ ચાલતી રૂકિમણી પાસે આવી. વિનયથી રુકિમણીને કહ્યું–માતા ! મારૂં વચન સાંભછે. કાંઈ કારણને લઈ સત્યભામાએ મને આપને ઘેર મોકલી છે, અને દુર્ભાષ્ય વચન કહેવરાવ્યું છે. પણ મારાથી શી રીતે કહેવાય? રુકિમણી બેલી– દાસી ! તારે શા માટે ન કહેવું? તમારા લકેની વાણી પ્રતિધ્વનિના જેવી છે. તું નિર્ભય થઈ સત્યભામાએ જે કહેલું હોય, તે કહે. હું તને સત્ય રીતે નિર્ભય દાન આપું છું. રુકિમણીએ એમ કહ્યું, એટલે દુતી બેલી - માતા ! સત્યભામાએ કહ્યું છે કે, તમારે પુણ્યના પ્રભાવથી પુત્ર થશે, અને તેનો વિવાહ પણ અવશ્ય થશે, તે તમારા પુત્રના પગ નીચે હું મારા નીલવર્ણ મુખના કેશ કરીશ, તે કાળે નિશ્ચયથી લગ્ન થશે. કદી પુણ્ય વેગે જે મને પુત્ર થાય તે, તમારે મારા પુત્રને તેમ કરવું. તે સાંભળી રુકિમણી હસીને બેલી - મારી બેન સત્યભામાએ જે કહ્યું, તે મારે પ્રમાણ છે. આવો નિશ્ચય કરી, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust