________________ सर्ग 5 मो. પ્રધુમ્ન હરણ, ( રૂકિમણીથી પરાભવ પામેલી સત્યભામા મનમાં દુઃખ પામી નિશ્વાસ મુકતી હતી. એ મૂઢ સ્ત્રી ચિતમાં વારંવાર ચિંતવતી કે, કયા ઉપાયથી રુકિમણી અતિ દુસહ દુઃખ પામે. ઘણે કાળ ગયો, તથાપિ રુકિમણુને દુખ આપવાને ઉપાય તેને પ્રાપ્ત થયો નહીં, “જ્યાં સુધી પુણ્યને ઉદય હાય, ત્યાં સુધી દુઃખદાયક ઉપાય ચાલતેજ નથી. " એવી રીતે રાત્રિ દિવસ દુઃખનો ઉપાય ચિંતવતાં તેને પેલા દૂત સાથે જે વિવાહની વાર્તા ચાલેલી હતી, તે સ્મરણમાં આવી. તત્કાળ તેના મનમાં હર્ષ થયો. તેણુએ નિશ્ચય કર્યો કે, મને જે હવે ઉપાય સુઝ છે, તે એવો છે કે, જેથી મારે દુઃખમાંથી મોક્ષ થાય, અને રુકિમણીને દુઃખ થાય. વળી તે એવો ઉપાય છે કે, મને પ્રથમ ત્વરાથી પુત્ર થશે, અને તે પછી રૂકિમણીને પુત્ર થાય કે ન થાય. હું રુકિમણીથી ગુણ અને શરીરવડે સર્વથા જ્યેષ્ટ છું, તે અનુમાને પુત્રને પણ તેમ થશે. તેથી દખને નિવારે તે એજ ઉ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust