________________ તથાપિ વિધિથી તેમને વિવાહ કરો. સર્વ પ્રાણીએને ગે યોગ્ય સંબંધ થાય છે, તેથી તમારે મનમાં આ નિશ્ચય અવશ્ય કરવું. આ પ્રમાણે લેખ સાંભળી કૃષ્ણ હર્ષ પામી ગયા. પછી સભા વચ્ચે વાચાલ કૃષ્ણ હસતા હસતા બોલ્યા. - દૂત ! હું દુધન રાજાના સંતાન સાથે યોગ્ય વિવાહ કરીશ. યોગ્ય સંબંધ કરવામાં શો દોષ ? સત્યુરૂષોને યોગ્ય સંબંધ કર ઘટિત છે. આ પ્રમાણે કહી કૃષ્ણ તે તને પોષાક આપે. વસ્ત્ર, તાંબૂલ આપી તેનું વિશેષ સન્માન કર્યું. સંતોષ પામેલા કૃષ્ણ રાજાએ આભૂષણ સાથે પિતાના દુત, તે દુતની સાથે મોકલ્યા. કૃષ્ણ રાજાના દુત દુર્યોધનની પાસે આવ્યા. દુર્યોધને સંતોષ પામી તેમનું સન્માન કર્યું, અને પોતે ધારેલા કાર્યનો નિશ્ચય કર્યો. દુર્યોધને કૃષ્ણના દુતને સંતુષ્ટ કરી મેકલ્યા. તે દુત આવ્યા અને મળ્યા તેથી કૃષ્ણ અત્યંત આનંદ પામ્યા. આ દૂત સંબંધી વાર્તા રૂકમણી જાણતી ન હતી. માત્ર સત્યભામાજ જાણતી હતી. સત્યભામાં શિવાય બીજી કોઈ સ્ત્રીને તે વાતની ખબર નહતી, શ્રીપતિ કૃષ્ણ રુકિમણી સાથે રહી સુખને અનુભવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust