________________ રૂકિમણીના પગ પૂજવાથી હું પણ તમારે કિંકર - ઈશ, આ ઉપહાસ્ય નથી કરતે, ખરેખર કહું છું, કૃષ્ણનાં આવાં વચનથી તે વનદેવી નથી, પણ રૂમિણી છે, એમ સત્યભામાએ જાણી લીધું. મનમાં અને ત્યંત શરમાઈ, અને ખેદ પામી ગઈ. મનમાં કોપ શમાવી, ઉપરથી સ્વસ્થ થઈ, વિચક્ષણ સત્યભામાં બેલી - કપટ શિરોમણિ કૃષ્ણ! સાંભળો, જેવા તમે નંદના નંદ બાલગોપાલ કહેવાઓ છે, તેવાજ છે, તેમાં કાંઈ અસત્ય નથી. ગોવાળની ચેષ્ટા એવીજ હોય છે. જગતમાં ગોવાળના જે નિંઘ કે જડ કોણ કહેવાય છે ? બ્રહ્માને શો ઓલંભે આપ, કે તમારા જેવા કપટીને ત્રિખંડનું રાજ્ય આપ્યું ? અરે હાસ્ય કર્મમાં કુશળે બનેલા કૃષ્ણ! તમારે હાસ્ય કરવાનો છે અધિકાર છે ? મેં મારી બેન રૂકિમણને શું નતી જાણી ? અનુજ બેનને પ્રણામ કરવામાં શું દોષ છે ? જે તમે અવિવેકીથી હસો છે ? જ્યાં સ્ત્રીઓ કાર્ય પ્રસંગે એકઠી થઈ હોય, ત્યાં વિવેકી પુરૂષને આવવું શું ઘટે ? તમારા જેવાજ અવિવેકી પુરૂષ આવું કામ કરે છે. આ પ્રમાણે બેલતી સત્યભામાને વિલખી થએલી 11 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust