SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ થયેલા છે. દેવતાઓ પુણ્યના ભેગથી જ પ્રગટ થાય છે. પુણ્ય રહિત પ્રાણીઓને દેવતા દ્રષ્ટિગોચર થતા નથી. લોકમાં દેવતાની આરાધના ઈષ્ટવરને આપનારી છે. તે સ્વીકાર્ય સાધવાની ઈચ્છાથી હું ભક્તિવડે તેનું આરાધન કરૂં. આ પ્રમાણે મનમાં ચિંતવી સત્યભામા વસ્ત્રાભરણ સાથે તે વાપિકામાં સ્નાન કરવા પડ્યાં. " કાર્યથી માણસ શું ન કરે ?" જળનું અવગાહન કરી તેમાંથી કમલનાં પુષ્પ લઈ સત્યભામા, કૃષ્ણ આવવાની શંકા લાવી સત્વર મહાર નીકળી ગયાં. પછી તે જ્યાં કૃષ્ણવલ્લભા રુકિમણી અશોક વૃક્ષ નીચે બેઠી હતી, ત્યાં આવ્યા. વિવિધ પુષ્પોથી રુકિમણીની પૂજા કરી, તેમના ચરણમાં પ્રણિપાત કરી આ પ્રમાણે વચન બેલ્યાં દેવી ! તમે મારાં પુણ્ય વેગે અહીં પ્રગટ થયાં છે. મને ઉત્તમ વરદાન આપો. " દેવતાઓનું દર્શન કરી પણ નિષ્ફળ થતું નથી. " દેવી ! મારે એટલુંજ માગવાનું છે કે, કૃષ્ણ મારા સેવક અને ભક્ત થાય તેમ કરે. જેવા તે રૂકિમણી પ્રત્યે રક્ત અને આસક્ત છે, તેવા મારા પ્રત્યે કરે. અને રુકિમણી ઉપર વિરક્ત કરી દે. મહાદેવી ! કૃષ્ણનું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy