________________ અહા ! મેહનું માહાત્મ કેવું છે? સર્વ સભાદાયક સુગંધી વસ્તુ એકજ ભાર્યાને આપી દેવાય છે. આવું ચિંતવી સત્યભામાએ કૃષ્ણને નિદ્રાવશ જાણું, ઈર્ષોથી તે ગાંઠ છોડી છેડામાંથી તે ચર્વિતને લઈ લીધું. તેને ચંદનના પાત્રમાં મુકી ચંદન સાથે ભેળવી, પિતાના સૈભાગ્ય માટે મુખ તથા શરીર ઉપર તેને લગાડી દીધું. શરીરે ચોપડી સત્યભામાએ ચિંતવ્યું કે, આ વસ્તુની સુગંધ એગે કૃષ્ણ મારે વશ થઈ જશે. આવું ચિંતવતી મઢ સત્યભામાં હર્ષ પામતી હતી. તે સમયે કૃષ્ણ કૌતુકથી મુખ ઉઘાડી હસતા હસતા બોલ્યા અરે મૂઢ સ્ત્રી ! તમે આવું નિંદિત કાર્ય કેમ કરવા માંડયું ? હે અનઘે ! સપત્નીના મુખનું તાંબૂલ મુખ ઉપર કેમ ચાપડ્યું? પત્ર, સેપારી, કાથે, ચુને વિગેરેથી બનેલા તાંબૂલનું તે ચર્વિત છે. પ્રિયાના મુખની લાળ સાથે યુતિ એવું તે ચર્વિત મેં પ્રેમથી વસ્ત્રના છેડા સાથે બાંધ્યું હતું. તે સત્પરૂષોને નિંધ વસ્તુ, તમે મુખ ઉપર કેમ પડી ? આ પ્રમાણે કહેતા કૃષ્ણ વારંવાર હાથે તાળી આપી હસવા લાગ્યા, પુનઃ કૃષ્ણ બોલ્યા- હે વિશાળ લેચના ! તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust