SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 65 દેખાવ વિચિત્ર દેખાવા લાગ્યા. અશ્વના ચરણ ખડગથી ખંડિત થયેલા હતા. ધડના નૃત્યથી રણસ્થાન રિદ્ર અને બીભત્સ લાગતું હતું. ગજેંદ્રના કુંભસ્થળમાંથી નીકળેલા રૂધિરનો કાદવ થઈ ગયો હતો. તે કાદવમાં રથના સમૂહ ભાંગીને પડ્યા હતા. દશે દિશાઓ તેથી રૂંધાઈ ગઈ હતી. આવા રણમાં બળિથી ઉગ્ર એવા શત્રુને મારી કૃષ્ણ અને રામ હર્ષ પામતા રૂકિમણી પાસે આવ્યા. રુકિમણી નમ્ર મુખ કરી મનમાં લજ્જા પામી. અંજલિ જેડી નારાયણ પ્રત્યે બોલી- હે મહાબાહુ સ્વામી ! મારી ઉપર કૃપા કરી બળભદ્દે બાંધેલા મારા સદર બંધુને છોડી મુકે. તે સાંભળી કૃષ્ણ " તમે અમારા પરમ બંધુ અને સ્વજન છે,” એમ કહી રૂપકુમારને છેડી મુકો. પછી કહ્યું કે, તમારે અમારા ઉપર સ્નેહ રાખવો. આ તમારી બેન રૂકિમણીને હમેશાં સ્મરણમાં લાવવી. તમારી બેન ઉપર હૃદયમાં સ્નેહ ધરી અમારા દે શમાં, ગામમાં અને ઘેર તમારે અવશ્ય આવવું. આવાં આવાં વિવિધ વચનથી સંતુષ્ટ કરેલો રૂપકુમાર મનમાં લજા પામી, કેટલાએક વિનય વચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy