________________ થયું નહીં. જેમ લોઢાનો સંગમ થતાં પાષાણમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, તેમ તે બાણુના સ્પર્શથી બળભદ્રને કે પાગ્નિ પ્રગટ થયો. બળભદ્ર રૂપકુમારને ર ણમાં નિષ્ફળ કરી કેપથી નાગપાશ નામનું બાણ મુક્યું. તે નાગપાશથી ભીષ્મકનો કુમાર નખથી શિખા સુધી રજુની જેમ બંધાઈ ગયો. તેને બાંધી બળભદ્ર રુકિમણી પાસે લાવ્યા, અને કહ્યું કે, હવે તેની ઉપરથી મક્ષિકા ઉડાડો. છે. અહીં કૃષ્ણ શિશુપાળની સાથે મોટું યુદ્ધ માચાવ્યું. વિવિધ જાતનાં શસૈાથી સર્વને તે ભયંકર લાગતું હતું. કૃષ્ણ અને શિશુપાળ એ બંને વીરોએ પ્રથમ તે ઘણીવાર લેહમય શસ્ત્રોથી યુદ્ધ કર્યું, અને તે પછી પરસ્પર દિવ્ય આયુધોથી યુદ્ધ ચલાવ્યું. આ ઘેર સંગ્રામ વખતે કલહ પ્રિય નારદ મુનિ વારંવાર મનમાં સંતુષ્ટ થઈ આકાશમાં નૃત્ય કરતા હતા. કૃષ્ણ એવી રીતે વિવિધ યુદ્ધથી શિશુપાળ સાથે યુદ્ધ કરી શત્રુને શૈર્ય ભંગ કરી દીધું. પછી દાની, ગુણ, શૂરવીર, ધન સંપત્તિએ યુક્ત, ભયંકર, કુલીન અને રૈદ્ર, એવા શિશુપાલ-ગજોને, સિંહની જેમ કુણે મારી નાખ્યું. તે સમયે રણભૂમિનો .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust