________________ | પ૭ સ્તંભ જેવા હતા. ચરણમાં કમળની સુંદરતા ઝળકતી હતી. તે ઉપર નુપૂરને ઝણકાર થઈ રહ્યા હતે, હંસલીના જેવી ચાલ હતી.. . આવી દેવ કન્યા જેવી રુકિમણીને જેઈ, લતા કુંજમાંથી કૃષ્ણ જેવામાં નીકળતા હતા, ત્યાં તે બોલી કે " જો મારાં પુણ્યથી દ્વારિકાપતિ અહીં આવ્યા હોય તે, મને વચન અને દર્શન આપે.” આ પ્રમાણે રૂકિમણીએ કહ્યું, ત્યાં તરતજ બળવાન અને સ્વરૂપવાન, વાસુદેવ સમ્મુખ ઉભેલા જોવામાં આવ્યા. પોતાના સ્વામીને સમીપ ઉભા રહેલા જોતાંજ તે બાળા અધોમુખ કરી અંગુઠાવડે પૃથ્વિને ખણવા લાગી. કૃષ્ણ બેલ્યા- પ્રિયા ! હું દ્વારિકાપતિ, તમારાં વચનથી અહીં આવ્યો છું. સુંદરી ! પ્રસન્ન થઈ મારા સામું જુઓ. કૃષ્ણનાં વચન સાંભળી તેણુનું મુખ લજજાથી નષ્ટ થઈ ગયું. જેની ગ્રીવા વળેલી છે, એવા મુખને ધારણ કરતી તે બાળા, શિશુપાળ લઈ જશે એવા ભયથી, કંપવા લાગી. આ સમયે રથને તૈયાર કરી બળદેવ બેલી ઉઠયા- બંધુ કૃષ્ણ! સ્ત્રીઓને સ્વભાવથી લજા હોય છે, તેમાં કન્યાઓને વિશેષ હોય છે. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust