________________ વનમાં યાત્રા માટે તેમને જવા દે. સેવકોએ આજ્ઞા આપી, એટલે રૂકિમણું ફુઈ સાથે સખીઓથી વીટાઈને સમીપના વનમાં આવી. તેની કુઈ પરિવાર સાથે ઉભી રહી બેલી– રુકિમણ ! હું કહું તે સાંભળ. તે વનમાં જે દેવતા છે, તેની પાસે એકલી જઈ તું ભક્તિથી તેમની ઉપાસના કરજે. તે પછી રુકિમણું પૂજાનો ઉપહાર લઈ વનમાં મંદ મંદ ચાલતી થઈ. ચૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે ચારે દિશાઓમાં ચકિત થઈ જેવા લાગી. એ મને નેહરા મનભવ દેવની સમીપ આવી, ત્યાં તે લતાકુંજમાં રહેલા કૃષ્ણના જોવામાં આવી. એ સુંદર બાળા ઉત્તમ લક્ષણેથી યુક્ત હતી. તેણીને કેશપાશ પટ્ટીયા પાડી ગુંથેલે હતો. કામદેવનાં બાણ જેવાં તેણીનાં નેત્ર હતાં. ચંદ્રના બિંબ જેવું મુખ હતું. શંખના જે કંઠ હતો. શરીરે નાજુક હતી. સ્તન પુષ્ટ અને ઉન્નત હતા. કંઠ મધુર હતું. માલતીના જેવા તેના બાહુ હતા. નાભિ ગંભીર હતી. તેને મધ્ય ભાગ વજી જે હતે. ઉદર કૃશ હતું. નિતંબ દીગ્ગજેંદ્રના કુંભસ્થળ જેવા હતા. મેખલા ને સ્થાને મદન મંદિર ઉત્તમ હતું. ઉરૂ કદલીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust