________________ પાળ બેલ્યો– મુનિશ્વર ! આપે મસ્તક કેમ દુણાવ્યું? કૃપા કરી કહો. નારદજી બોલ્યા વિચક્ષણ રાજા ! સાંભળ. આ લગ્ન જોતાં તારા શરીર ઉપર કાંઈક કષ્ટનું કારણ જોવામાં આવે છે. એથી તારે અતિ યત્નથી કુંદનપુરમાં જવું. તારા શરીર ઉપર કેાઈ મોટું કષ્ટ ઉત્પન્ન થવાને સંગ મને જવામાં આવે છે કે, તેથી જે જવું હોય તે પણ, ઘણું સાધન લઈ ત્યાં જવું. આ પ્રમાણે કહી ચિંતા ઉત્પન્ન કરી નારદજી ચાલ્યા ગયા. નારદજી ગયા પછી રાજા શિશુપાળ ચિંતામાં ગરક થઇ ગચે. શંકાયુક્ત થઈ, નારદજીનું વચન સત્ય માની ચેદિપતિએ મોટું સૈન્ય એકઠું કર્યું. મોટું સાધન સાથે લઈ કુંદનપુરમાં આવ્યો. મેરૂ ગિરિને જેમ તારાઓને સમૂહ ઘેરી લે, તેમ પોતાના મોટા સૈન્યથી શિશુપાળે કુંદનપુરને ઘેરી લીધું. શિશુપાળે જેવામાં નગરને ઘેરી લીધું, તેવામાં કૃષ્ણ બળભદ્ર પણ સાથે વનમાં સંતાઈ રહ્યા હતા. નગરને ઘેરેલું જોઈ રુકિમણી ચિંતાથી દુઃખી થઈ ચિંતવન કરવા લાગી. કૃષ્ણથી સુશોભિત એવા વનમાં મારે હવે શી રીતે જવું ? તેને ચિંતાતુર જઈ તેની કુઈ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust