________________ પર તેની નીચે કામદેવની મૂર્તિ હતી. જે જોઈ કૃષ્ણ પર મ સંતોષ પામ્યા. ત્યાં રથ છોડી, ઘોડા બીજે રખી તેની સમીપ આવેલા કુંજમાં બળદેવ અને કન ષ્ણ પેશી ગયા. ત્યાં રૂકિમણીને મુક્ત કરવાની ઈચ્છાથી ગુપ્ત રીતે સંતાઈ રહ્યા. આ અરસામાં લેકને હર્ષ ઉપજાવે તેવું બીનું એક વૃત્તાંત બન્યું. મુનિશ્વર નારદજી દ્વારિકામાંથી નીકળી ચેદિ દેશના રાજા શિશુપાળની આ ગળ આવ્યા. શિશુપાળે તેને માન આપ્યું. નારદજી લાગ જોઈને કલહ ઉત્પન્ન કરે તેવું વચન બોલ્યા- રાજા શિશુપાળ ! તમારા વિવાહ થવાના ખબર મેં સાંભળ્યા છે. તે કુંદનપુરમાં થવાના છે કે બીજે ? જે સત્ય હોય તે કહો. નારદજીનું વચન સાંભળી શિશુપાળ બોલ્યો– ભગવન ! તમા૨ પ્રસાદથી કુંદનપુરમાં થવાના છે. પછી ઘણા સ્નેહયુક્ત શબ્દોથી નારદજી બોલ્યા- તમારું લગ્નપટ મને દર્શાવો, મારે જવું છે. આ પ્રમાણે કહી શિશુપાળે તેમને લગ્નપટ દર્શાવ્યું. કલહ પ્રિય નારદજીએ લગ્નપત્ર જોયું. ચિરકાળ જોઈ નારદજીએ મસ્તક ધુણાવ્યું. તે જોઈ ચેદિ દેશનો રાજા શિશુ P.P. AG. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust