________________ પદ પતિને સેવશે નહીં. સિંહણ શિયાળની સાથે શું રતિ કરશે? તેમ તમને છોડી તે બીજાને પસંદ કરશે નહીં. તમારે માટે તે રાહ જોઈ બેઠી છે. છેવટે તમને નહીં જુએ તે, એ બાળા અવશ્ય મૃત્યુ પામશે. હે નાથ ! તમને સ્ત્રી હત્યા થશે. એથી આત્મહિત સાથે પરમાર્થ કરવા આ કાર્યમાં ધ્યાન આપશે. આ પ્રમાણે કહી કૃષ્ણને નમી દુત જવા તૈચાર થયો. કૃષ્ણ વસ્ત્રદાનથી સંતેષ પમાડી તેને વિદાય કર્યો. દુતને વિદાય કર્યા પછી બળદેવ સહિત કૃષ્ણ રુકિમણીનું જ સ્મરણ કરતાં વિચાર કરવા બેઠા. તેણે વિચાર્યું કે, સત્યભામા ફુટ રીતે જાણે નહીં તેમ, આ કાર્ય કરવું. કારણ કે, વિદ્યાધરની પુત્રી દુષ્ટ થઈ આ કાર્યમાં વિધ્ર કરે તેવી છે. આવો વિચાર કરી કૃષ્ણ અને બળદેવ કુંદનપુર પ્રત્યે જવા તૈયાર થયા. બન્ને ભાઈ રાત્રિને છેલ્લે પહેરે વેગથી બખ્તર પહેરી રથમાં બેસી ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. વિવિધ આયુધોએ સજ્જ થઈ માત્ર ધૈર્યની સહાય લઈ, રુકિમણીમાં ચિત્ત આપી, કળા ગુણમાં ચતુર એવા તે બન્ને ભાઈ મનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust