________________ 48 કુમારીકા મારા ભાઈ ભીષ્મકનાં પુત્રી છે. એમ કહી તે રૂકિમણુને નારદજી આગળ લાવી, તેમના ચરણમાં નમાડી. મુનિએ તેણીને આ પ્રમાણે આ શીર્વાદ આપે. હે વત્સ ! હરિવંશના આભૂષણરૂપ, શત્રુના સમૂહને જીતનાર, કૃષ્ણ નામે દ્વારિકાના રાજા છે. પુણ્ય મેગે તેમની તું મુખ્ય પત્નિ થજે. આ પ્રમાણે આશીર્વચન સાંભળી તે કન્યા વિસ્મય પામી ગયાં. હે સ્વામી છે. નારદજી ગયા પછી તમારા ઉપરના સ્નેહને લીધે તેણીએ જે ચેષ્ટા કરી છે, તે સર્વે સાંભળે. ચિંતાથી વ્યાપ્ત એ બાળાને અન્ન રુચતું નથી. જળની સ્પૃહા થતી નથી, અને ને રાત્રે નિદ્રા આવતી નથી. કદલીના પત્રની શસ્થામાં સુખ મળતું નથી. તમારા વિયોગને લીધે સખીઓની સાથે આલાપ કરવો પણ ગમતો નથી. ચંદ્રની સ્ના તેને સર્ષના વિષ જેવી લાગે છે, ચંદન અગ્નિ જેવું લાગે છે, એટલું જ નહીં, પણ તમારામાં જ મન રોપી તે વારંવાર નિશ્વાસ મુક્યા કરે છે. એ સુંદર રાજકુમારી તમારા નામ ઉપર જીવે છે, એ નિઃસંશય વાત છે. આ સર્વ વૃત્તાંત ધ્યાનમાં લઈ, આપને જે સુખકારી અને ગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust