________________ 44 સુંદરી રુકિમણીનું બુદ્ધિમાન્ શિશુપાળની સાથે લગ્ન લીધું, એ ખબર સાંભળી શકવડે કિમણીનું શરીર ગ્રસ્ત થયું. તેણુએ પોતાની વિધવા કુઈને મનનું દુઃખ કહેવા માંડયું. ભદ્રે ! હવે - ષ્ણ રાજાના વિયોગથી મારું મરણ થશે. રુકિમણીનાં આવાં વચન સાંભળી પિતૃ ભગિની બેલી– વત્સ ! વૃથા શેક કર નહીં. હું તારૂં ચિંતિત કરી આપીશ. પછી તે બન્નેએ વિચારી કુશલ નામના એક દુતને તૈયાર કર્યો. તે કુશલ દુત સર્વ ભાષામાં અને કળાઓમાં કુશળ હતો. સ્નેહ ભરેલાં વચનેથી પત્ર લખી આપી તે યુવાન દતને કૃષ્ણની પાસે મોકલ્યો. શુભ શુકનોએ પ્રેરેલો તે દુત હર્ષ ભમેં ઉત્સુક થઈ કૃષ્ણની રાજ્યધાની દ્વારિકામાં આ દ્વારિકાની દિવ્ય ભા ઇ દુત વિસ્મય પામી ગયે. તેને લાગ્યું કે, શું આ સ્વર્ગપુરી પૃથ્વિ ઉપર આવી તો નહીં હોય ? આ પ્રમાણે વિસ્મય પામતો દુત રાજ માર્ગ હર્ષયુક્ત થઈ આમ તેમ જેવા લાગ્યો. રાજ લેકની દોઢીએ જઈ પ્રતિહારને જણાવ્યું કે, મહાભાગ ! મારું આગમન અંદર જઇ વિદિત કરે. પ્રતિહારે પુછ્યું, તમે કોણ છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust