SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 43 સુખ મેળવે છે, આળસથી સુખ મેળવાતું નથી. જ રમણી સાથે રતિવિલાસ કરવાની તમારી સ્પૃહા હોય તે, એ ભુવન વિખ્યાત લોક સુંદરીને વરી લેજે. ચંદ્ર કળાવાન અને દ્વિજ ઔષધીનો પતિ છે, પણ એક પૂર્ણિમા શિવાયની રાત્રિ તેને શોભા આપતી નથી. જ્યાં સુધી એ અતિ વિચક્ષણ બાળા તમારે ઘેર આવી નથી, ત્યાં સુધી તમારે હજા૨ કે લાખ સ્ત્રી હોય પણ તે વ્યર્થ છે. આ પ્રમાણે વિવિધ વાક્યોથી કૃષ્ણને વધારે માહિત કરી નારદજી પોતાના યોગ્ય સ્થાને ચાલ્યા ગયા. નારદજી ગયા પછી કૃષ્ણ ક્ષણ વાર મૂછા પામી ગયા. થોડી વારે બંધુ જનના ઉપચારથી સાવધાન થયા. કૃષ્ણ સાવધાન થઈ ચિંતવવા લાગ્યા. એ બાળા શી રીતે પ્રાપ્ત કરાય ? કેની આગળ એ વાત કરવી ? ઇત્યાદિ ચિંતવન કરતા અને તેજ કાયને મનમાં વિચારતા એ વિચક્ષણ કૃષ્ણ ઘરમાં સુસ્ત થઈ પડી રહ્યા. દિવસે કે રાત્રે સુધા સહન કરી નિદ્રાવશ થતા નહીં. આ પ્રમાણે કૃષ્ણ દ્વારિકામાં ચિંતા કરે છે. અહીં રુકિમણીનું શું બન્યું, તે હવે સાંભળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy