________________ આવાં વિવિધ વાયે કહી નારદજીએ કૃષ્ણને મોહિત કરી દીધા. પછી નારાયણ નિર્દોષ, નારદજી પ્રત્યે બેલ્યા- મુનિરાજ ! એ બાળા પરણી છે કે નહીં ? તે સર્વ વાત કહો. નારદજી બેલ્યા– એ ઉત્તમ સુંદરી હજુ પણ નથી, પણ તેના ભાઈ રૂપકુમાર, કે જે ચેદિ દેશમાં ગયો હતો, તેણે માનથી સંતોષ પામી સ્વજન બંધુઓને પુછયા વગર ચેદિ દેશના રાજા શિશુપાળને તે વાદાનથી આપી છે. તે ચેદિપતિને રણમાં માર્યા વગર એ કન્યા પ્રાપ્ત થાય તેમ નથી. વળી શિશુપાળ બળવાન છે. જીવતા લોકો તેની શંકા રાખે છે. તે સાંભળી કૃ ષ્ણનું મુખ પ્લાન થઈ ગયું. તે જોઈ નારદજી બેલ્યા- હે રાજન ! ચિત્તને કાયર કરો નહીં. એ બાળા સુખ પ્રાપ્ત થશે. શૂરવીરો સર્વ મેળવી શકે છે. કાયર પુરૂષો કદી મેળવી શકતા નથી. તેથી સત્વર કાયરપણું છોડી મનને શૈર્ય ઉપર લાવે. મેં એ રમણીને તેના પિતાને ઘેર તમારા ઉપર મેહ પામેલી જોઈ છે. તેથી હે શૂરવીર ! એ તમારે ઘેર આવી ચુકી, એમ નિશ્ચયથી સમજો. વૃથા દુઃખ કરો નહીં. કાર્ય અકાર્યમાં ઉદ્યમી મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust