________________ તેણીની આકૃતિ તપેલા સુવર્ણના જેવી છે. કાંતિથી તેણીએ ચંદ્ર કાંતિને મંદ કરી છે. તેજથી સૂર્યને અને સ્થિરતાથી સમુદ્રને હરાવ્યા છે. તેણી સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, અર્થાત તેણના સર્વ અવયવ સુંદર છે. આ સ્ત્રી કોણ હશે ? અહીં પટ ઉપર ચિતરી કોણ આવ્યું હશે ? નારદજીના જોવામાં શી રીતે આવી હશે, અને તેણે આળેખી હશે ? શું આ ઇંદ્રની, કામદેવની, ચંદ્રની કે સૂર્યની સ્ત્રી હશે ? કીર્તિમય મૂર્તિવાળી સરસ્વતી તે નહીં હોય ! અને થવા યક્ષણી કે કિન્નરી હશે ? આવું રૂપ કોનું હન શે? આ પ્રમાણે વિસ્મયથી ચિંતવન કરતા બહુ વખત સુધી મનમાં ચિંતવી નિશ્ચય કર્યો કે, આ વિષે ચિત્રપટ લાવનાર નારદજીને પુછું. હાથમાં કંકણ હોય અને આરશી કોણ જુએ. આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ નારદજીને નમી પિતાના સંદેહનું કારણ વિનયથી પુછયું. મુનિરાજ ! આવું ઉત્તમ રૂપ કયાંથી લાવીને ચિતર્યું ? તે કૃપા કરી મને નિવેદન કરો. આ ચિત્રપટમાં રહેલા રૂપિવડે મારું મન ખંભિત, ખીલાઈ ગયેલું અને મોહિત થયેલું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust