________________ 37 થઈ પડે. વારંવાર અતિ સન્માન આપી તેનું મન રંજન કર્યું. રાજા શિશુપાળના બહુ માનથી રૂપકુમાર સંતુષ્ટ થયું. તે વખતે રૂપકુમારે શિશુપાળને પિતાની બેન રૂકિમણું આપી. રુકિમણીના આ પવાથી રાજા શિશુપાળ ખુશી થયો. રૂપકુમારને વસ્ત્રાભૂષણથી સન્માન કરી તેના રાજ્યમાં મોકલ્યો. તેણે સંતુષ્ટ થઈ આ સર્વ વાર્તા માતા પિતાને નિવેદન કરી. તે સાંભળી સર્વ બાંધે સંતોષ પામ્યા. હે શ્રેણિક રાજા ! આ પ્રમાણે કુમારનું તે વૃત્તાંત છે. અનંતર સુઈબાએ રૂક્મિણીને કહ્યું– વત્સ ! માતા પિતાએ તેને શિશુપાળને આપી નથી. માત્ર તારા ભાઈ રૂપકુમારે આપેલી છે. જગતમાં માતા પિતા પુત્રીને જ્યાં આપે ત્યાં પુત્રી જવાને ગ્ય છે. એથી તું દુઃખ કરીશ નહીં. સહ સારાં વાનાં થશે. વત્સ ! જેવી રીતે કૃષ્ણ રાજા તારા પતિ થાય, તેવો યત્ન હું અવશ્ય કરીશ. આવાં વચન સાંભળી રૂકિમણીને હર્ષ સમાયે નહીં. કૃષ્ણ મારા પતિ થશે એમ જાણી તે પરમ પ્રમોદથી પરિપૂર્ણ થઈ ગઈ. પછી કૃષ્ણની વિવિધ પ્રશંસા કરી રૂકિમણીનું મન હરી લઈ, નારદજી ત્યાંથી નીકળ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust