________________ 34 સ્વામી ! આ મારી પુત્રી તેની પ્રાણવલ્લભા થશે ? કોને આપીને હું સુખી અને કૃતાર્થ થઇશ ? રાજાનું વચન સાંભળી યોગી બેલ્યા– મહાભાગ ! તારી પુત્રીને પતિ, યાદવના કુળરૂપ આકાશને સુર્યની જેમ પ્રકાશનાર, પૃથ્વિમાં વાસુદેવથી પ્રખ્યાત અને ગુણ સંપત્તિથી વિખ્યાત, એ મહાન રાજા થશે. વળી દૈત્યોનું નિકંદન કરનાર યાદવ પતિજ, તારી પુત્રીને સ્વામી થશે. હે નરેશ્વર ! આ મારૂં વચન સત્ય માનજે. આ પ્રમાણે કહી તે યોગી તપોવનમાં ચાલ્યા ગયા. વત્સ ! તેમનાં એ વચન મેં સમીપ રહી સાંભળ્યાં હતાં. તેથી આ મુનિનું વચન ન સત્ય છે. કદિ પણ અસત્ય થનાર નથી. ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ એવા આ મુનિનું વચન અન્યથા થતું નથી. તે વખતે રૂકિમણી બેલ્યાં– કુઈબા ! તમે કહો છો તે ઠીક, પણ મને પિતાએ શિશુપાળને આપી છે, તે તમે જાણે છે. કુઈ બેલી- વજો ! મન દુઃખીત કરીશ નહીં. સુંદરી ! તે વાત મારી પાસેથી સાંભળ. તને તારા પિતાએ શિશુપાળને આપી નથી. પણ ત્યાં જઈ ચડેલા તારા દુષ્ટ ભાઇએ શિશુપાળને આપી છે. અહીં વચમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust