________________ સંપત્તિ વર્ણવી શકે તેમ નથી, તો પછી મારાથી શી રીતે વર્ણન થાય ? આવાં નારદજીનાં વચન સાંભળી કુઇ બેલીરૂકિમણી ! મુનિરાજનું જગતને હિતકારી વચન સત્ય માનજે. રુકિમણી બેલી– કુઈબા ! તમે સત્ય કહો છે, પણ પિતાએ મને અન્ય સ્થળે આપી છે, અને આ નારદજી અન્ય રાજાની વાત કહે છે. તમે આ મુનિનાં વચનને અનુમોદન આપો છે, તે શી રીતે બનશે ? આ પ્રમાણે રૂકિમણીનાં વચન સાંભળી ભીષ્મક રાજાની અનુજા બેલી- ભદ્રે, એક વખતે કોઈ યોગી આપણે ઘેર ભિક્ષા લેવા આવ્યા હતા. તેમનું નામ અતિમુક્તિક હતું. તે જ્ઞાનવાનું અને શાસ્ત્રના પારગામી હતા. તારા પિતાએ ભક્તિથી તેમને ભિક્ષા આપી. ભિક્ષા કર્યા પછી તેઓ સ્વસ્થ થઈ બેઠા. તારા પિતા તેમની આગળ બેસી ભક્તિ કરવા ઉજમાળ થયા, તે વખતે આગળ રહેલી સુંદર સ્વરૂપવાળી તું તેમના જેવામાં આવી. તારૂં અનુપમ રૂપ જોઈ યોગીએ પુછ્યું, હે રાજા ! આ કોની પુત્રી છે ? રાજાએ કહ્યું, મુનિશ્વર ! તે મારી પુત્રી છે. પુનઃ રાજાએ પુછયું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust