________________ છે ? તેમનું કુળ, રૂપ, સમૃદ્ધિ અને કુટુંબ કેવાં છે? નારદજી બેલ્યા- હે વત્સ ! કૃષ્ણ રાજાનું સર્વ વૃત્તાંત કહું તે સાંભળ. - સૌરાષ્ટ્ર દેશમાં દ્વારિકા નામે નગરી છે. તેમાં હરિ વંશના શૃંગારરૂપ, યાદવકુળના આભૂષણ, નવ યવનથી સંપન્ન, રૂપમાં કામદેવ જેવા, ઋદ્ધિ સિદ્ધિવાળા અને ધન ધાન્યથી ભરપૂર, કૃષ્ણ નામે રાજા છે. તેના કુટુંબમાં હજારો યાદવો છે. તે શગુઓના વંશના ઉમૂલન કરનાર છે. મોટા રાજાઓ તેના શાસનને આધિન છે. તે કૃષ્ણ રાજાએ બાલ્યાવસ્થામાં ગોવર્ધન ગિરિ હાથવડે ધારણ કર્યો હતો. દુષ્ટ હૃદયવાળી પૂતનાને ક્ષણ વારમાં મારી નાંખી હતી, જેણે યમુના નદીની ધ્રોમાંથી કાલિંદી નાગને મર્દન કર્યો હતો. જેણે મુષ્ટિ અને ચાણૂરમલ્લ સાથે કંસને હણી નાંખ્યો હતો. સમુદ્રના તી૨ ઉપર આવી સમુદ્રના અધિષ્ઠાયકને વશ કરી જેણે દ્વારિકા નગરી વસાવી હતી. અને જેના બ્રાતા નેમિનાથ જેવા તીર્થકર છે, એવા કૃષ્ણ રાજના અતિશયવંત વૈર્યનું શું વર્ણન કરૂં? હે વત્સ, બ્રહસ્પતિ પણ પોતાની એક હાથી તેના ઘેર્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust