SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ . 30 પુત્ર અને બીજી પુત્રી છે. નારદજી બોલ્યા– ભૂપતિ, તમે ભાગ્યવાન છે. તમારી તે કન્યા વિવાહિત છે કે કુંવારી છે ? રાજાએ કહ્યું, મુનિરાજ ! સાંભળે. એ કન્યા હજુ કુંવારી છે. પણ રાજા શિશુપાળને આપવાની છે. તે સાંભળતાંજ નારદજી પરમ હર્ષ પામી ગયા. તેની સાથે મને હર ગણી કરવા થોડી વાર વિલંબ કર્યા પછી નારદજી બેઠા થયા. વિનયથી નમ્ર મસ્તક કરી રહેલા રાજાને કહ્યું કે, રાજન ! તમારો મહેલ જોવાની ઇચ્છા છે, તેથી હું જાઉં છું. મનમાં હર્ષ પામતે રાજા બે - હે નાથ ! બહુ સારું. મારા મનહર મહેલને પધારીને પવિત્ર કરે. રાજાનાં એવાં વચનથી નારદજી તેના ઉત્તમ અંતપુરમાં ગયા. ત્યાં રાજાની એક બાળ વિધવા બેન જોવામાં આવી. તેણીએ નારદ મુનિને આવેલા જોઈ ઓળખી લીધા. સામી ઉભી થઈ સન્માન આપ્યું. આગળ સિંહાસન મુકી નષ્ટ થઈ બેલી– હે વિભુ ! આ દિવ્ય સિંહાસન ઉપર બિરાજે. તેણીના વિનયથી નીરદજી ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. મુનિ બેઠા પછી ભીષ્મક સુતા બોલી કે, મહામુનિ ! આપ અહિં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy